જય માતાજી
પરજીયા સોની સેવા સમિતિ - અમદાવાદ
સમગ્ર પરજીયા સમાજને જણાવતાં આનંદ થાય છે કે, અમદાવાદ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ PPL (પરજીયા પ્રીમિયર લીગ) સતત 7 વર્ષ ની સફળતા બાદ 8 માં વર્ષે પણ યોજવામાં આવી રહી છે.
આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજની એકતા (સંગઠન)નો છે. આ ટુર્નામેન્ટમાં 18 થી 60 વર્ષની ઉંમરનાં લગભગ 90થી વધુ ખેલાડીઓ - જેમાં સુરત, રાજકોટ, વડોદરા, કોડીનારથી પણ આપણા સમાજના ખેલાડીઓ ખુબ જ ઉત્સાહ થી ભાગ લઈ રહ્યા છે. જે આપણા પરજીયા સમાજ માટે ખૂબજ ગૌરવની વાત છે.
ગયા વર્ષે ખાસ સુરત પરજીયા સમાજની ક્રિકેટ ટીમ અમદાવાદ રમવા માટે આવેલી હતી. અને ખૂબ ઉત્સાહ અને એકતા પૂર્વક મેચમાં ભાગ લઈને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા,
અમદાવાદ પરજીયા સલાહકાર સમિતિનો,
સમગ્ર દાતાશ્રીઓનો,
અમદાવાદ પરજીયા સમાજનાં કમિટી મેમ્બરોનો,
ક્રિકેટ કમિટીનો સભ્યોનો તથા
ક્રિકેટ ટૂર્નામેન્ટના સ્પોંસરોનો
ખુબ સારો આર્થિક અને સામાજિક સહકાર મળેલ છે.
જે બદલ સમગ્ર અમદાવાદ પરજીયા સમાજ તેમનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માને છે.
પરજીયા સોની સેવા સમિતિ અમદાવાદ વતી કમિટી મેમ્બર