અમારા વિશે

સમિતિના હેતુઓ

  1. સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિજનોનો સામાજિક તથા કેળવણી વિષયક વિકાસ સાધવો, અને તે અંગે તમામ પ્રકારની કેળવણી અને શિક્ષણ સંસ્થા સ્થાપવી અને ચલાવવી, તથા વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા કોલેજો, છાત્રાલયો તથા બોર્ડિંગો, વાંચનાલયો, પુસ્તકાલયો વિગેરે ચલાવવા તથા તેનો વહીવટ કરવો. અને તે અંગે તમામ પ્રકારના કામકાજ કરવા તેમજ જ્ઞાતિજનોમાં સહકાર ની ભાવના કેળવવા પત્રિકાઓ, સામયિકો કે પુસ્તકો પ્રગટ કરવા.

  2. વિદ્યાર્થીઓને ઈનામો, પુસ્તકો, શિષ્યવૃત્તિઓ, આર્થિક મદદ, લોન તથા બીજી મદદ કરવી.

  3. વૈદકીય રાહત આપવી તેમજ તે અંગે જરૂરી દવાખાનાઓ વિગેરે સંસ્થાઓ ચલાવવી.

  4. સાંસ્કૃતિક વિકાસ સાધવા અંગે તમામ પ્રકારની પ્રવૃત્તિ કરવી.

પ્રમુખશ્રી નો સંદેશ

સમગ્ર પરજીયા સોની સમાજના દરેક ભાઈઓ, બેહનો તથા વિધાર્થી મિત્રો. આજે બીજા સમાજ ની સાથે આપણે પણ દરેક ક્ષેત્ર માં પ્રગતિ કરી છે જે સરાહનીય છે. ડિજિટાઇઝેશન ના યુગ માં આપણા સમાજની વેબસાઇટ જરૂરી છે. જેથી કરીને સમાજ ના દરેક વ્યકિત ને સરળતા થી સંદેશ પહોંચાડી શકાય. સમાજ ની દરેક વ્યક્તિ એક બીજા સાથે સંપર્ક માં રહે તે ખુબ જ જરૂરી છે અને તેમાં સોશ્યિલ મીડિયા નો ખુબ જ મોટો ફાળો છે. આપણો સમાજ ખુબ જ નાનો છે કે જેની વસ્તી કદાચ દેશ વિદેશ માં થઇ ને ૧,૨૫,૦૦૦ જેટલી છે. આવા નાના સમાજમાં એવી વ્યક્તિઓ કે જેમણે પોત પોતાના કાર્યક્ષેત્ર માં જે પણ સફળતા હાંસલ કરી છે તેઓ નો સહકાર આપણા સમાજના દરેક સભ્યો ને મળી રહે, તેઓ ખુબ પ્રગતિ કરે, સમાજનો દરેક વ્યક્તિ નીરોગી રહે અને આપણો સમાજ એક પરિવાર ની જેમ વિકસિત થાય તેવી પરમકૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના.



દિલીપકુમાર કાનજીભાઈ થડેશ્વર
જય માતાજી